ગુજરાતના 10 યુવકો મ્યાનમારમાં ફસાયા
યુવકોએ વીડિયો વાયરલ કરી મદદ માટે પોકાર લગાવ્યો
December 25, 2025
International
મ્યાનમાર, તા.૨૫, વિદેશમાં નોકરીનું વળગણ ગુજરાતના ૧૦ યુવકોને ભારે પડ્યું છે. સાવલી તાલુકાના સાંઢાસાલ ગામના ગુંજન શાહ સહિત ગુજરાતના કુલ દસ યુવકો નોકરીની લાલચે ગયા બાદ મ્યાનમારમાં ફસાયા છે. છેલ્લા વીસ દિવસ અટવાયા બાદ યુવકોએ વીડિયો વાયરલ કરી મદદ માટે પોકાર લગાવ્યો છે. વાયરલ વીડિયોમાં અનેક યુવકો દેખાઈ રહ્યા છે. જેમાંથી એક યુવકે આપવીતી જણાવતાં કહ્યું હતું કે અમને દગો કરીને અહીં લાવવામાં આવ્યા છે. અમને કામ આપવાના બહાને કહ્યું હતું કે તમને ડેટા એન્ટ્રીનું કામ મળશે. કોઈને જાહેરાત કરવાની લાલચ આપી બોલાવવામાં આવ્યા, અહીં આવ્યા ત્યારે ખબર પડી કે અમને અલગ જ કામ કરાવે છે એ પણ બળજબરીપૂર્વક, અમને ક્યાંય જવા પણ નથી દેતા અને ૧૪થી ૧૮ કલાક સુધી કામ કરાવે છે. વીડિયોમાં ઘણા બધા યુવકો અને યુવતીઓ છે જે મોઢે માસ્ક પહેરી ઊભા છે. વધુમાં યુવકે જગ્યાનું નામ આપતાં જણાવ્યું કે અમને કંપનીમાંથી નીકળવાનો મોકો મળ્યો એટલે મ્યાનમારમાં માયાવાડી કરીને વિસ્તાર છે જ્યાં એક દ્ગય્ર્ં છે ત્યાં ૪ ડિસેમ્બરથી અમે રોકાયેલા છીએ, ૭ તારીખે અમારું ઈમિગ્રેશન થઈ ચૂક્યું છે. પરંતુ અમારી પાસે ફોન નથી એટલે અમે કોઈનો કોન્ટેક્ટ નથી કરી શકતા, તો અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે દરેક રાજ્યમાંથી અહીંયા લોકો ફસાયેલા છે. જાે તમને આ વીડિયો મળે તો અમને અહીંથી કાઢવાનો પ્રયાસ કરો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ પ્રકારના રેકેટ બાબતે લોકોને જાગૃત કરતો એક વીડિયો બનાવવામાં આવ્યો હતો. જેને જાેયા બાદ પોતે પણ ફસાયા અને છેતરાયા હોવાનું પ્રતીત થતાં કંપનીમાંથી ગુજરાતના ૧૦ સહિત દેશના અનેક રાજ્યોના યુવકો કંપનીમાંથી છટકબારી શોધી ભાગી છૂટયા હતા. જેમાંથી સાવલીના સાંઢાસાલ ગામનો ગુંજન શાહ નામનો યુવક પણ વીસથી વધુ દિવસથી ત્યાં ફસાયો છે. પરિવારને ફસાયેલા યુવકો અંગે જાણ થતાં તે ચિંતાતુર બન્યો છે.
Sponsored
Mobile Ad