ઉસ્માન હાદી બાદ વધુ એક છાત્ર પર હુમલો, માથામાં મારી ગોળી

સોમવારે ખુલનામાં નેશનલ સિટીઝન પાર્ટી (દ્ગઝ્રઁ) ના નેતા મોતલેબ સિકદરને ગોળી મારી દેવામાં આવી હતી

December 22, 2025
International
ઉસ્માન હાદી બાદ વધુ એક છાત્ર પર હુમલો, માથામાં મારી ગોળી
ઢાકા, તા.૨૨, બાંગ્લાદેશમાં છાત્ર રાજનીતિ સાથે જાેડાયેલા નેતાઓ પર હિંસાનો સિલસિલો યથાવત છે. ૨૦૨૪ના છાત્ર આંદોલનના મુખ્ય ચહેરા ઉસ્માન હાદીના મોત બાદ હવે સોમવારે વધુ એક છાત્ર નેતા પર જીવલેણ હુમલો થયો છે. આ ઘટના બાદમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલો તણાવ ઉગ્ર બની ગયો છે. ડેલી સ્ટારના રિપોર્ટ પ્રમાણે નેશનલ સિટિઝન પાર્ટી (NCP) ના નેતા મોતાલેબ સિકદર પર સોમવારે ખુલનામાં ગોળીબાર થયો છે. હુમલાખોરોએ તેના માથાને નિશાન બનાવ્યું છે. મોતાલેબ એનસીપીથી ખુલના ડિવિઝનલ ચીફ અને એનસીપી શ્રમિક શક્તિના કેન્દ્રીય આયોજક છે. પોલીસ અનુસાર આ હુમલો સવારે આશરે ૧૧.૪૫ કલાકે થયો છે. ગોળીબારમાં ઈજાગ્રસ્ત મોતાલેબ સિકદરને ગંભીર હાલતમાં ખુલના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. સોનાગાંડા મોડલ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી અનિમેષ મંડલે જણાવ્યુ કે ગોળી કાનના એક ભાગને અડીને બહાર નીકળી ગઈ. તેમણે કહ્યું કે હાલ મોતાલેબ ખતરામાંથી બહાર છે.નેશનલ સિટિઝન્સ પાર્ટીની સ્થાપના આ વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. તેની રચના સ્ટુડન્ટ્સ અગેઇન્સ્ટ ડિસ્ક્રિમિનેશન અને રાષ્ટ્રીય નાગરિક સમિતિના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી અને તેને બાંગ્લાદેશનો પ્રથમ વિદ્યાર્થી નેતૃત્વ હેઠળનો રાજકીય પક્ષ માનવામાં આવે છે. ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી પછી આ પાર્ટી અસ્તિત્વમાં આવી હતી. આ પહેલા ૨૦૨૪ના છાત્ર આંદોલનના નેતા ઉસ્માન હાદીનું ગુરૂવારે મોત થઈ ગયું હતું. તે ૧૨ ડિસેમ્બરે ઢાકામાં એક હુમલામાં ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે ૧૫ ડિસેમ્બરે એરલિફ્ટ કરી સિંગાપુર જનરલ હોસ્પિટલના ન્યૂરોસર્જિકલ આઈસીયુમાં દાખલ કરાવવામાં આવ્યો હતો, પરંતુ ૧૮ ડિસેમ્બરે તેનું મોત થયું હતું.
Sponsored
Mobile Ad