અમેરિકાએ સીરિયા પર હવાઈ હુમલો કર્યો
ઉત્તર પશ્ચિમ સીરિયામાં હુમલો કરવામાં આવ્યો હતો અને બિલાલ હસન અલ-જસીમ માર્યો ગયો હતો
January 18, 2026
International
સીરિયા, તા.૧૮, અમેરિકાએ વધુ એક દેશ પર હવાઈ હુમલો કર્યો છે. જેમાં અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલો કરીને અલ-કાયદાના એક આતંકવાદીને ઠાર કરી દીધો છે. ગત મહિને સીરિમાં અમેરિકન ઠેકાણાઓ પર ઘાતકી હુમલો થયો હતો. જેમાં ત્રણ અમેરિકન નાગરિકના મોત થયા હતા. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ હુમલા સાથે સંકળાયેલા અલ-કાયદાના એક લીડરની મોતની પુષ્ટિ કરી છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે, ૧૬ જાન્યુઆરીના રોજ ઉત્તરપશ્ચિમ સીરિયામાં હુમલો કરવામાં આવ્યો હતો અને બિલાલ હસન અલ-જસીમ માર્યો ગયો હતો. યુએસ અધિકારીઓએ બિલાલને ISIS સાથે સીધા જાેડાણ ધરાવતા વરિષ્ઠ આતંકવાદી તરીકે બતાવ્યો હતો. બિલાલ ૧૩ ડિસેમ્બરના રોજ સીરિયાના પલ્માયરામાં થયેલા હુમલા માટે જવાબદાર બંદૂકધારી સાથે જાેડાયેલો હતો. જેમાં બે યુએસ સર્વિસ મેમ્બર અને એક અમેરિકન સિવિલિયન ઈન્ટરપ્રેટરનું મોત થયું હતું. યુએસ સેક્રેટરી ઓફ વોર પીટ હેગસેથે કહ્યું, "અમે ક્યારેય ભૂલીશું નહીં, અને અમે ક્યારેય હાર માનીશું નહીં." અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર એડમિરલ બ્રેડ કપૂરે કહ્યું કે, "ત્રણ અમેરિકનોના મૃત્યુ સાથે જાેડાયેલા આતંકવાદીનું મૃત્યુ આપણા સૈન્ય પર હુમલો કરનારા આતંકવાદીઓનો પીછો કરવાના અમારા અતૂટ સંકલ્પને દર્શાવે છે. અમેરિકન નાગરિકો અને આપણા યુદ્ધ લડવૈયાઓ સામે હુમલા કરનારા, કાવતરું ઘડનારા અથવા ઉશ્કેરનારાઓ માટે કોઈ સુરક્ષિત સ્થાન નથી. અમે તમને શોધી કાઢીશું. " ડિસેમ્બરમાં અમેરિકન ઠેકાણા પર થયેલા હુમલા બાદ સીરિયામાં અમેરિકન સૈન્ય એક્શનની સીરિઝનો આ નવો મામલો છે. અમેરિકાના અધિકારીઓએ કહ્યું કે, "દેશમાં આતંકવાદી ઠેકાણા પર અમેરિકાન સેના દ્વારા જવાબી હુમલાનો આ ત્રીજાે રાઉન્ડ હતો." યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે, આ નવું ઓપરેશન ૧૩ ડિસેમ્બરના હુમલા પછી શરૂ કરાયેલા મોટા અભિયાનનો એક ભાગ હતું, જેનો ઉદ્દેશ્ય સીરિયામાં ISISની ક્ષમતાઓને નબળી પાડવાનો હતો. ઓપરેશન હોકઆઈ સ્ટ્રાઈક નામ આપવામાં આવ્યું છે. એક નિવેદનમાં યુએસ સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે, "અમેરિકા સહિતની સેનાએ ઓપરેશન દ્વારા સીરિયામાં ૧૦૦થી વધુ ISIS ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હથિયાર સાઈટ ટાર્ગેટ પર હુમલો કર્યો હતો. જેમાં ૨૦૦થી વધુ હથિયારોનો ઉપયોગ કરાયો હતો. આ હુમલાનો હેતુ આ સમુહની અમેરિકન સેનાઓ અને તેમના સહયોગી વિરૂદ્ધમાં હુમલાની યોજના બનાવવાની અને તેને અંજામ આપવાની ક્ષમતાને રોકવાનો હતો." હવાઈ હુમલા સિવાય અમેરિકા અને સહયોગી સેનાએ ગત વર્ષે ગ્રાઉન્ડ ઓપરેશન તેજ કર્યું. સીરિયામાં ૩૦૦થી વધુ ISIS ઓપરેટિવને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે ૨૦થી વધુ આતંકવાદીને ઠાર કરી દેવાયા છે. અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડિસેમ્બરના હુમલાએ સીરિયામાં ISIS સેલ તરફથી સતત ખતરો દર્શાવ્યો હતો.ISIS સામે લડવા માટે અમેરિકાની સેનાએ સેંકડો સૈનિકોને સીરિયામાં તૈનાત કર્યા છે.
Sponsored
Mobile Ad