2026 માં પાંચ રાજ્યોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી

૫ રાજ્યો આસામ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, તમિલનાડુ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે

January 1, 2026
National
2026 માં પાંચ રાજ્યોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી
નવી દિલ્હી, તા.૧, વર્ષ ૨૦૨૬ ભારતીય રાજકારણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આગામી થોડા જ મહિનામાં દેશના ૫ રાજ્યો આસામ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, તમિલનાડુ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણી ભલે વિધાનસભા માટે છે, પરંતુ તે રાષ્ટ્રીય રાજકારણને પણ ખૂબ મજબૂતીથી પ્રભાવિત કરશે. એક તરફ ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તાને ઘણા નવા રાજ્યોમાં સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ  વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષો, દેશના સૌથી મોટા પક્ષને કોઈપણ તક આપવા નથી માગતા. આ વિધાનસભા ચૂંટણીઓ એ પણ જણાવવામાં સફળ થશે કે, મોદી સરકારની નીતિઓ કેટલી અસરકારક છે અને વિપક્ષ કેટલું એકજૂટ છે. તો ચાલો એક-એક કરીને આ રાજ્યોની હાલની સરકાર, રાજકીય પરિસ્થિતિ અને ચૂંટણીના મહત્વ પર નજર કરીએ. ૧. પશ્ચિમ બંગાળમાં મમતા સામે મોટો પડકાર : પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે, જેને ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં ૨૧૩ બેઠકો જીતી અને ૪૮% વોટ શેર હાંસલ કર્યો હતો. મમતાની લોકપ્રિયતા અને કલ્યાણકારી યોજનાઓ તેમની શક્તિ છે, પરંતુ આર્થિક પડકારો અને સત્તા વિવાદો તેમની સરકાર પર ભારે પડી શકે છે. ભાજપ ૨૦૨૧માં ૭૭ બેઠકો સુધી પહોંચી હતી અને હવે બિહારમાં મોટી જીત બાદ ખૂબ આક્રમક છે. કોંગ્રેસ અહીં નબળી પડી ગઈ છે અને નેતૃત્વના અભાવનો સામનો કરી રહી છે. જાે ભાજપ બંગાળમાં કંઈક સારું કરે છે, તો તે તેની રાજનીતિ માટે એક ઘણો મોટો બૂસ્ટ સાબિત થઈ શકે છે. બીજી તરફ ટીએમસીની હાર તેને તે પ્રાદેશિક પાર્ટીઓની લિસ્ટમાં નાખી શકે છે જે એક સમયે રાજ્યમાં ખૂબ શક્તિશાળી હતી પરંતુ ધીમે-ધીમે નબળી પડતી ગઈ. ૨. આસામમાં બનાવી છે મજબૂત પકડ : આસામમાં હાલમાં હિમંત બિસ્વા શર્માના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. ભાજપ ગઠબંધને ૨૦૨૧ની ચૂંટણીમાં ૭૫ બેઠકો જીતી હતી અને સતત ત્રીજી વાર સત્તામાં આવવાની તૈયારી કરી રહ્યું છે. સરમાએ છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપના ફાયરબ્રાન્ડ નેતાની સાથે-સાથે એક એવા લીડરની છબી બનાવી છે જે વિકાસ, સુરક્ષા અને ઓળખની રાજનીતિ પર ભાર મૂકે છે. બીજી તરફ વિપક્ષમાં કોંગ્રેસ ગૌરવ ગોગોઈના નેતૃત્વમાં પોતાની લડાઈ લડવા માટે તૈયાર છે. મુસ્લિમ મતોના દમ પર પોતાની શક્તિનું પ્રદર્શન કરનારી છૈંેંડ્ઢહ્લ જેવી પાર્ટીઓ પણ આગામી વિધાનસભા ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ચૂંટણીઓ ભાજપ માટે પૂર્વોત્તરમાં પોતાની પકડ મજબૂત કરવાની તક છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસ અહીં સારું પ્રદર્શન કરવામાં સફળ રહેશે તો વિપક્ષ માટે મોટો બૂસ્ટ હશે. ૩. તમિલનાડુમાં નવા ચહેરા સાથે થશે DMK જંગ : તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિનના નેતૃત્વમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ની સરકાર છે, જેણે ૨૦૨૧માં ૨૩૪માંથી ૧૩૩ બેઠકો જીતી હતી. રાજ્યમાં લાગુ કરાયેલી કલ્યાણકારી યોજનાઓથી ૧૮.૬ મિલિયન લોકોને લાભ મળ્યો છે અને પાર્ટી લગભગ ૨.૫ કરોડ મત મેળવવાનું લક્ષ્ય રાખીને ચાલી રહી છે. જાે કે, બેરોજગારી જેવા મુદ્દાઓ પાર્ટી પર ભારે પડી શકે છે અને એન્ટી-ઈન્કમ્બન્સી ફેક્ટર તો છે જ. બીજી તરફ AIADMK BJP ગઠબંધન પણ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહ્યું છે, જ્યારે વિજયની નવી પાર્ટી તરીકે યુવાનોને આકર્ષિત કરી રહી છે. તમિલનાડુમાં વિજય ભાજપ માટે ઓર્ગેનિક ગ્રોથની એક મોટી તક હોઈ શકે છે, જ્યાં હિન્દુત્વની મર્યાદાઓ છે. જ્યારે વિપક્ષ માટે DMKની હાર INDIA બ્લોકને નબળી પાડશે. ૪. કેરળમાં ફરી કોંગ્રેસની આશા જાગી : કેરળમાં પિનારાઈ વિજયનના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)ની સરકાર છે, જેણે ૨૦૨૧માં ૯૯ બેઠકો જીતી હતી. આ ગઠબંધન ફરી એક વાર સત્તામાં વાપસી કરવા માગે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓ તેમના માટે પડકારજનક રહ્યા છે.
Sponsored
Mobile Ad