બાંગ્લાદેશે IPL પ્રસારણ અને સ્ટ્રીમિંગ સ્થગિત કર્યું

બંને દેશો વચ્ચે વધતા તણાવ વચ્ચે આ ર્નિણય લેવાયો

January 5, 2026
Sports
બાંગ્લાદેશે IPL પ્રસારણ અને સ્ટ્રીમિંગ સ્થગિત કર્યું
ઢાકા, તા.૫, IPL ૨૦૨૬માંથી મુસ્તફિઝુર રહેમાનને છૂટો કરાતા બાંગ્લાદેશમાં આ મુદ્દો હવે વધુ વકરી રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમમાંથી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને મુક્ત કર્યા બાદ બાંગ્લાદેશ સરકારે ૫ જાન્યુઆરીના રોજ દેશમાં IPL પ્રસારણ અને સ્ટ્રીમિંગ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધું હતું. બંને દેશો વચ્ચે વધતા તણાવ વચ્ચે આ ર્નિણય લેવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સરકારે તેના આદેશમાં જણાવ્યું હતું કે, "આ બાબતને ધ્યાનમાં રાખીને, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી એક નિર્દેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં ૨૬ માર્ચ, ૨૦૨૬થી શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ક્રિકેટ ટુર્નામેન્ટ માટે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાંથી બાંગ્લાદેશના સ્ટાર ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને બાકાત રાખવામાં આવ્યો છે." આદેશમાં વધુમાં જણાવાયું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડના ર્નિણયનું કોઈ તર્ક જાણીતું નથી અને બાંગ્લાદેશના લોકો આ ર્નિણયથી દુ:ખી છે.  આ સંજાેગોમાં આગામી આદેશો સુધી તમામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચો અને ઇવેન્ટ્સનું પ્રસારણ બંધ કરવા વિનંતી કરવામાં આવે છે. આ આદેશ યોગ્ય સત્તાવાળાની મંજૂરીથી અને જાહેર હિતમાં જારી કરવામાં આવ્યો છે. શનિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કોલકાતા નાઈટ રાઈડર્સને તાજેતરના તણાવને ધ્યાનમાં રાખીને મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી છૂટો કરવાનો આદેશ આપ્યો હતો. તાજેતરના દિવસોમાં બાંગ્લાદેશમાં હિન્દુ હત્યાના અનેક બનાવો નોંધાયા છે, જેના કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો છે. KKRએ ૧૬ ડિસેમ્બરના રોજ યોજાયેલી મીની ઓક્શનમાં બાંગ્લાદેશી ક્રિકેટરને ૯.૨૦ કરોડમાં ખરીદ્યો હતો.
Sponsored
Mobile Ad