કુલદીપ સેંગરને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે HCના આદેશ પર સ્ટે લગાવ્યો
હાઈકોર્ટે દોષિત સેંગરની આજીવન કેદની સજા રદ કરી હતી અને તેમને શરતી જામીન આપ્યા હતા : CBI એ આ ર્નિણયને સુપ્રીમમાં પડકાર્યો હતો
December 29, 2025
National
નવી દિલ્હી, તા.૨૯, સુપ્રીમ કોર્ટે ઉન્નાવ બળાત્કાર કેસમાં સોમવારે (૨૯ ડિસેમ્બર, ૨૦૨૫) દિલ્હી હાઈકોર્ટના ર્નિણય પર સ્ટે મુક્યો હતો. હાઈકોર્ટે દોષિત કુલદીપ સેંગરની આજીવન કેદની સજા રદ કરી હતી અને તેમને શરતી જામીન આપ્યા હતા. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ આ ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જે.કે. મહેશ્વરી અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બનેલી વેકેશન બેન્ચ અરજી પર સુનાવણી કરી રહી છે. હાઈકોર્ટે સેંગરની સજા રદ કરી હતી અને તેમને શરતી જામીન આપ્યા હતા. જાેકે, ઉન્નાવ બળાત્કાર પીડિતાના પિતાના કસ્ટોડિયલ મૃત્યુ સાથે સંકળાયેલા એક અલગ કેસમાં ૧૦ વર્ષની સજાને કારણે સેંગર જેલમાં છે. પીડિતા અને તેનો પરિવાર હાઈકોર્ટના ર્નિણયથી ભારે ગુસ્સે છે અને દિલ્હી હાઈકોર્ટની બહાર વિરોધ કરી રહ્યા છે. સીબીઆઈનું પ્રતિનિધિત્વ કરતા એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સગીરા પર ભયાનક રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને હાઈકોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (POCSO) ની કલમ ૫ને ધ્યાનમાં લીધી નથી. જસ્ટિસ જેકે મહેશ્વરીએ જણાવ્યું હતું કે કલમ ૩૭૬ પર પહેલાથી જ વિચારણા કરવામાં આવી છે. એસજી મહેતાએ જણાવ્યું હતું કે હાઈકોર્ટે ઘણા પાસાઓની અવગણના કરી છે, જેમાં એ હકીકતનો સમાવેશ થાય છે કે આ એક સગીર પીડિતા સાથે જાેડાયેલો કેસ હતો. એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સેંગરને બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ઘટના સમયે પીડિતા ૧૬ વર્ષથી ઓછી ઉંમરની હતી. તેણી ૧૫ વર્ષ અને ૧૦ મહિનાની હતી અને સજા સામે અપીલ પેન્ડિંગ હતી. તેમણે જણાવ્યું હતું કે સજાનું કારણ સ્પષ્ટ હતું. બળાત્કાર એક જાહેર સેવક દ્વારા કરવામાં આવ્યો હતો અને સીબીઆઈએ તથ્યો અને પુરાવા સાથે આ સ્થાપિત કર્યું હતું. આ કેસ ૨૦૧૭નો છે, જ્યારે ઉત્તર પ્રદેશના તત્કાલીન ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર ઉન્નાવ જિલ્લાની એક સગીર છોકરી પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ૨૦૧૯માં દિલ્હીની એક ટ્રાયલ કોર્ટે કુલદીપ સિંહ સેંગરને બળાત્કારનો દોષી ઠેરવ્યો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. સેંગરને પીડિતાના પિતા અને સાક્ષીઓને પ્રભાવિત કરવાના કસ્ટોડિયલ મૃત્યુમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ૨૩ ડિસેમ્બરના રોજ દિલ્હી હાઈકોર્ટે સેંગરની અપીલ પેન્ડિંગ સજાને સ્થગિત કરી દીધી હતી અને તેને પહેલાથી જ પસાર થયેલા સમયગાળા (સાત વર્ષ અને પાંચ મહિના) અને કાનૂની આધારોનો ઉલ્લેખ કરીને શરતી જામીન પણ આપ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે ૨૩ ડિસેમ્બર, મંગળવારે ઉન્નાવ રેપ કેસમાં દોષિત કુલદીપ સિંહ સેંગરની આજીવન કેદની સજા પર રોક લગાવતા તેમના જામીન આપી દીધા હતા. જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદ અને જસ્ટિસ હરીશ વૈધનાથન શંકરની બેન્ચે સેંગરને રાહત આપી હતી. જેથી પીડિત પરિવારમાં રોષ વ્યાપી ગયો હતો. હાઈકોર્ટના ર્નિણય બાદ આ મામલો ફરીથી ચર્ચામાં આવ્યો હતો. સીબીઆઈએ આ આદેશ વિરુદ્ધ કાનૂની લડાઈ ચાલુ રાખતા સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખખડાવ્યો હતો. ઝ્રમ્ૈંએ સુપ્રીમ કોર્ટને હાઇકોર્ટના સજા સ્થગિત કરવા અને જામીન આપવાના આદેશ પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી.
Sponsored
Mobile Ad