ડોનાલ્ડ ટ્રમ્પે USમાં સહાય મેળવતા ઇમીગ્રન્ટ્સના દેશોની યાદી જારી કરી
અમેરિકામાં સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભ લેતા દેશવાર ઇમિગ્રન્ટ્સ નામની આ યાદીમાં 120 દેશો અને પ્રદેશોના નામ હતાં
January 5, 2026
International
ન્યુ યોર્ક/વોશિંગ્ટન, તા.૫, અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે પાકિસ્તાન, ભૂતાન, ચીન, બાંગ્લાદેશ અને નેપાળ સહિતના કેટલાંક દેશોની યાદી જારી કરી હતી અને દર્શાવ્યું હતું કે આ દેશોના અમેરિકામાં રહેતાં ઇમીગ્રન્ટ્સ કેટલા પ્રમાણમાં અમેરિકાની સરકારની યોજનાનો લાભ મેળવે છે. જાેકે આ યાદીમાં ભારતનું નામ ન હતું. તેનું કારણ એ હોઇ શકે છે કે અમેરિકામાં રહેતા ભારતીય પરિવારોની વાર્ષિક આવકનું પ્રમાણ ઘણું ઉચું છે અને આર્થિક રીતે સદ્ધર છે. અમેરિકામાં સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભ લેતા દેશવાર ઇમિગ્રન્ટ્સ નામની આ યાદીમાં ૧૨૦ દેશો અને પ્રદેશોના નામ હતાં. ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરાયેલ આ ચાર્ટમાં ઇમિગ્રન્ટ્સના મૂળ દેશ અને સહાય મેળવતા ઇમિગ્રન્ટ પરિવારોની ટકાવારી દર્શાવામાં આવી હતી. આ ચાર્ટમાં દર્શાવ્યા મુજબ બાંગ્લાદેશના ૫૪.૮ ટકા, પાકિસ્તાનના ૪૦.૨ ટકા, નેપાળના ૩૪.૮ ટકા, ચીનના ૩૨.૯ ટકા, ઇઝરાયેલ-પેલેસ્ટાઇનના ૨૬.૯ ટકા, યુક્રેનના ૪૨.૭ ટકા ઇમિગ્રન્ટ્સ પરિવારો અમેરિકામાં સરકારી સહાય મેળવે છે. પ્યૂ રિસર્ચના ડેટા દર્શાવે છે કે અમેરિકામાં સૌથી ઊચી આવક ધરાવતા મુખ્ય વંશીય જૂથોમાં ઇન્ડિયન અમેરિકનોનો સમાવેશ થાય છે. ૨૦૨૩માં અમેરિકામાં રહેતા ભારતીય પરિવારોની સરેરાશ વાર્ષિક આવક આશરે ૧.૫૧ લાખ ડોલર (આશરે રૂ.૧.૩૬ કરોડ) હતી. અમેરિકામાં રહેતા બીજા એશિયન પરિવારોની કુલ વાર્ષિક આવક ૧૦.૫૬ લાખ ડોલર હતી. વધુમાં ભારતીય ઇમિગ્રન્ટ્સ પરિવારોની કુલ વાર્ષિક આવક અમેરિકામાં જન્મેલા ભારતીય પરિવારો કરતાં વધુ હતી. ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સની વાર્ષિક આવક ૨૦.૨૦ લાખ ડોલર અને અમેરિકામાં જન્મેલા ભારતીય પરિવારોની વાર્ષિક આવક ૧૫.૬૦ લાખ ડોલર હતી. પ્યુ ડેટા અનુસાર ૧૬ વર્ષ અને તેથી વધુ ઉંમરના ભારતીય અમેરિકનોની સરેરાશ વાર્ષિક વ્યક્તિગત કમાણી ૨૦૨૩માં ૮૫,૩૦૦ ડોલર હતી.
Sponsored
Mobile Ad