સૌથી મોટા ભાગેડુ વાળા વીડિયો પર લલિત મોદીએ માંગી માફી
ભારત સરકારનું સન્માન કરું છું : લલિત મોદી
December 29, 2025
National
લંડન, તા.૨૯, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા સાથે લંડનમાં પાર્ટી કરતા એક વીડિયો માટે સોશિયલ મીડિયા પર માફી માંગી છે. આ વીડિયોમાં બંને પોતાને ભારતના સૌથી મોટા ભાગેડુ તરીકે ઓળખાવતા જાેવા મળ્યા હતા, જેની દેશનું અપમાન કરવા બદલ વ્યાપકપણે ટીકા થઈ હતી. ભાગેડુ લલિત મોદીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે કેપ્શન લખ્યું હતું, ભારતમાં ફરીથી ઈન્ટરનેટ તોડીએ. જન્મદિવસની શુભકામનાઓ, મારા મિત્ર #vijayMallya લવ યુ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં લલિત મોદી કહેતા સંભળાય છે, અમે બે ભાગેડુ છીએ, ભારતના સૌથી મોટા ભાગેડુ, જ્યારે વિજય માલ્યા હસી રહ્યા છે. આ પાર્ટી માલ્યાના ૭૦મા જન્મદિવસની ઉજવણી માટે લંડનના બેલગ્રેવ સ્ક્વેરમાં આવેલા મોદીના નિવાસસ્થાને યોજાઈ હતી. આ વીડિયો વાઈરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો હતો. યુઝર્સે આને ભારત સરકાર અને કાયદાની ખુલ્લેઆમ મજાક ગણાવી હતી. વધતા વિવાદને પગલે લલિત મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર માફી માંગી હતી. તેણે લખ્યું, જાે મેં કોઈની, ખાસ કરીને ભારત સરકારની લાગણીઓને ઠેસ પહોંચાડી હોય તો હું માફી માંગુ છું, જેમના માટે મને ખૂબ જ આદર અને સન્માન છે. નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું અને તેનો ઈરાદો ક્યારેય એવો નહોતો જે રીતે તે દર્શાવવામાં આવ્યું.
Sponsored
Mobile Ad