ભારતરત્ન અને પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કરાયું

ગાંધીનગરના ચ-૩ સર્કલ પર નિર્માણ થયેલી અટલ બિહારીજીની પ્રતિમાનું અનાવરણ કરીને ગુડ ગવર્નન્સ ડેની શરૂઆત કરાવી હતી

December 25, 2025
National
ભારતરત્ન અને પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કરાયું
ગાંધીનગર,તા.૨૫, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વરિષ્ઠ મંત્રીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુડ ગવર્નન્સ ડેની ઉજવણી અન્વયે નાગરિક કેન્દ્રિત પ્રશાસનની નેમ સાથે શ્રેણીબદ્ધ પ્રકલ્પો-યોજનાઓ-પોલીસીના લોન્ચિંગ કર્યા હતા.ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ ૨૫મી ડિસેમ્બરને વડાપ્રધાન મોદીની પ્રેરણાથી દેશભરમાં ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને મુખ્યમંત્રી કાર્યાલયની સેવાઓને વધુ નાગરિક કેન્દ્રિત બનાવતી પહેલોનો પ્રારંભ કરાવ્યો હતો.મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી સાથે ગાંધીનગરના ચ-૩ સર્કલ પર નિર્માણ થયેલી અટલ બિહારીજીની પ્રતિમાનું અનાવરણ કરીને ગુડ ગવર્નન્સ ડેની શરૂઆત કરાવી હતી. ગુડ ગવર્નન્સ-સુશાસનની સાચી સફળતા એ જ છે કે જ્યારે આવા માનવીઓને સેવાઓ અને યોજનાઓના લાભ સિનિશ્ચિત થાય.રાજ્ય સરકારે વડાપ્રધાન મોદીએ આપેલા ‘નાગરિક દેવો ભવના મંત્રને પાર પાડવા છેવાડાના માનવી સુધી કલ્યાણ યોજનાઓના લાભ પહોંચાડીને પ્રો-પીપલ ગવર્નન્સ સાકાર કર્યું છે તેનો શ્રેય તેમણે ટીમ ગુજરાતના સમગ્ર વહીવટી તંત્રને આપ્યો હતો. સુશાસન દિવસની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન થાય તેવી કાર્ય સંસ્કૃતિ સાથે રાજ્ય સરકાર કાર્યરત છે અને સ્વાગત ઓનલાઇન જેવી ફરિયાદ નિવારણની ટેકનોલોજીયુક્ત પદ્ધતિથી નાગરિકોના લાંબા ગાળાના પ્રશ્નોનું સુચારું નિવારણ લાવી શકાયું છે. નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અવસરે જણાવ્યું કે,રાજ્યનો નાગરિક જ્યારે તેની સમસ્યા લઈને સરકાર સમક્ષ આવે છે ત્યારે નાગરિકોને વારંવાર ધક્કા ન ખાવા પડે અને એક જ સમયે સંપૂર્ણ સમસ્યાનું સમાધાન આવી જવું જાેઈએ. જેના માટે રાજ્ય સરકાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે.
Sponsored
Mobile Ad