ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની છૂટ મળી

ગિફ્ટ સિટીમાં આવેલી કંપની/સંસ્થા/યુનિટમાં કામ કરતાં કર્મચારીઓને લીકર એક્સેસ પરમિટથી સુવિધા મળશે

December 23, 2025
National
ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની છૂટ મળી
અમદાવાદ,તા.૨૩, ગુજરાત સરકારે GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)માં દારૂની પરમિટમાં વધારાની છૂટછાટ આપી દીધી છે. ગત શનિવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જે વ્યક્તિઓ બહારના છે અને ગુજરાતના રહેવાસી નથી તેઓને દારૂ પીવા માટે પરમિટની જરૂર રહેશે નહીં. આમ અન્ય રાજ્યના લોકો અને વિદેશી નાગરિક પોતાનું માન્ય ફોટો ઓળખપત્ર બતાવીને GIFT સિટીમાં દારૂ પી શકશે. આ લોકોને અલગથી પરમિટ લેવાની જરૂર નહીં રહે. આ ર્નિણય ૩૦ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ જાહેર કરાયેલી છૂટછાટમાં વધારાની છૂટ આપે છે.  કોને દારૂ પીવાની છૂટ મળશે? ગિફ્ટ સિટીમાં આવેલી કંપની/સંસ્થા/યુનિટમાં કામ કરતાં કર્મચારીઓને  લીકર એક્સેસ પરમિટથી સુવિધા મળશે.  લીકર એક્સેસ પરમિટ/ટેમ્પરરી પરમિટ હોલ્ડર/એક્સટર્નલ લોકોની ઓછામાં ઓછી ઉંમર ૨૧ વર્ષ હોવી જાેઈએ.  ગિફ્ટ સિટીમાં આવેલી કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ પાસે મુલાકાતે આવતા મહેમાનોને ટેમ્પરરી પરમિટ હોલ્ડર, એક કર્મચારી દીઠ ૨૫ મુલાકાતીઓ.  ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકારી/કર્મચારી, વિદેશી નાગરિકો, ગુજરાત બહારના નાગરિકો જેમનું ઓળખકાર્ડ ફરજિયાત (એક્સટર્નલ પરમિટ) છે. વાઇન ઍન્ડ ડાઇનની આ સુવિધા ગુજરાત રાજ્યના નાગરિકોને લાગુ પડતી નથી. ગિફ્ટ સિટીમાં આવેલી કંપની/સંસ્થા/યુનિટમાં કામ કરતાં કર્મચારીઓએ ફોર્મ એ ૧ ભરવું પડશે, આ ફોર્મ કંપનીના ઓથોરાઇઝ પર્સન પાસે જમા કરાવવાનું રહેશે, ત્યાર બાદ અધિકૃત કર્મચારી તે વ્યક્તિના ઓળખકાર્ડ અને તેમજ જરૂરી તપાસ કરશે જે બાદ લીકર એક્સેસ  પરમિટ મળશે. લીકર એક્સેસ પરમિટ ધરાવતો કર્મચારી ફોર્મ એ ૨ મુજબ મુલાકાતીઓની યાદી બનાવશે મહત્તમ ૨૫ મુલાકાતીઓ માટે ટેમ્પરરી પરમિટ હોલ્ડરની મંજૂરી મળશે. કર્મચારીએ પોતાના મુલાકાતીઓ સાથે હાજર રહેવું ફરજિયાત છે. એક્સટર્નલ પરમિટ માટે લોકોએ અન્ય રાજ્યના આધાર પુરાવા બતાવવા ફરજિયાત રહેશે,(જેમાં આધાર, અન્ય રાજ્યના હોવાનું સત્તાવાર ID, પાસપોર્ટ) અલગ અરજી કરવાની જરૂર નહીં પડે પરંતુ પરમિટ હેઠળ જ સુવિધાઓ મળશે.
Sponsored
Mobile Ad
ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની છૂટ મળી | Divya Gujarat