રશિયાએ યુક્રેન પર ૭ દિવસમાં 1300 ડ્રોન-1200 બોમ્બ ઝીંક્યાનો ઝેલેન્સ્કીનો દાવો

આ હુમલાઓમાં ઓડેસા અને દક્ષિણના વિસ્તારોને સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં સામાન્ય જનજીવન પુન:સ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે

December 22, 2025
International
રશિયાએ યુક્રેન પર ૭ દિવસમાં 1300 ડ્રોન-1200 બોમ્બ ઝીંક્યાનો ઝેલેન્સ્કીનો દાવો
નવી દિલ્હી, તા.૨૨, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વધુ ભયાનક અને વિનાશક બન્યું છે. યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીએ દાવો કર્યાે છે કે છેલ્લા માત્ર સાત દિવસમાં રશિયાએ યુક્રેન પર ૧૩૦૦ ડ્રોન, ૧૨૦૦ ગાઈડેડ એરિયલ બોમ્બ અને ૯ મિસાઈલો વડે અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કર્યાે છે. આ હુમલાઓમાં ઓડેસા અને દક્ષિણના વિસ્તારોને સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં સામાન્ય જનજીવન પુન:સ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.શુક્રવારે રાત્રે ઓડેસા ક્ષેત્ર પર થયેલા રશિયન હુમલામાં આઠ લોકોના મોત થયા હતા અને ૨૭ અન્ય ઘાયલ થયા હતા.અહેવાલ મુજબ, છેલ્લા નવ દિવસથી ઓડેસા પર સતત હુમલાઓ થઈ રહ્યા છે, જેના કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પર આ ભીષણ તબાહીનો એક વીડિયો શેર કરીને જણાવ્યું કે તેમની સેના પ્રભાવિત વિસ્તારોમાં સામાન્ય જીવન બહાલ કરવા માટે કામ કરી રહી છે.એક તરફ જ્યાં રશિયા હુમલાઓ તેજ કરી રહ્યું છે, તો બીજી તરફ યુક્રેનને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી આર્થિક મદદ પણ મળી રહી છે. ઝેલેન્સકીએ જણાવ્યું કે યુરોપિયન કાઉન્સિલે ૨૦૨૬-૨૦૨૭ માટે ૯૦ બિલિયન યુરો (લગભગ ૧૦૬  બિલિયન ડોલર)નું નાણાકીય પેકેજ ફાળવ્યું છે.
Sponsored
Mobile Ad